/ જે વ્યક્તિએ કોઈ વાત એવી કહી જેનો સબંધ આ દીન સાથે નથી તો તે વાત અમાન્ય (બાતેલ) છે

જે વ્યક્તિએ કોઈ વાત એવી કહી જેનો સબંધ આ દીન સાથે નથી તો તે વાત અમાન્ય (બાતેલ) છે

ઉમ્મુલ મુઅમિનીન આઈશા રઝી અલ્લાહુ અન્હાથી રિવાયત છે, તેમણે કહ્યું: નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિએ કોઈ વાત એવી કહી જેનો સબંધ આ દીન સાથે નથી તો તે વાત અમાન્ય (બાતેલ) છે», મુત્તફકુન અલયહિ (બુખારી, મુસ્લિમ). અને મુસ્લિમના શબ્દો આ પ્રમાણે છે: «જે કોઈ વ્યક્તિએ એવું કાર્ય કર્યું જેનો સબંધ આ દીન સાથે નથી તો તે પણ બાતેલ છે».
મુત્તફકુન્ અલયહિ

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે જે વ્યક્તિએ દીનમાં નવી બાબત ઘડી, અથવા એવું કાર્ય કર્યું, જેના વિશે કુરઆન અને હદીષમાં કોઈ દલીલ નથી મળતી, તો તે વાત અથવા કાર્ય અલ્લાહ પાસે અમાન્ય ગણાશે.

Hadeeth benefits

  1. ઈબાદતનું મૂળ કુરઆન અને હદીષના આદેશો પર આધારિત છે, અમે ફક્ત અલ્લાહ આપેલ આદેશો પર જ અમલ કરીએ છીએ, બિદઅત અને અમાન્ય વાતોને નથી માનતા.
  2. દીન કોઈના મંતવ્યો પર આધારિત નથી, અલ્લાહ અને અલ્લાહના રસૂલ ﷺ ના આદેશો પર આધારિત છે.
  3. આ હદીષ ઇસ્લામ ધર્મના સંપૂર્ણ હોવાની દલીલ છે.
  4. બિદઅત તે દરેક કામ જેને દીન સમજી કરવામાં આવે અને તે અકીદો, વાત અથવા કાર્ય જેનું નબી ﷺ ના સમયમાં, સહાબાના સમયમાં કઈ અસ્તિત્વ જ ન હતું.
  5. આ હદીષ ઇસ્લામના મૂળ સિદ્ધાંતો માંથી એક છે, આ હદીષ દરેક અમલ માટે એક ત્રાજવા જેવી છે, જેવી રીતે કોઈ પણ અમલ અલ્લાહ માટે કરવામાં ન આવે તો તે અમલ કરનાર માટે કોઈ બદલો નથી, એવી જ રીતે જે કાર્ય નબી ﷺ ના બતાવ્યા પ્રમાણે કરવામાં ન આવે, તે કાર્ય અમાન્ય ગણવામાં આવશે.
  6. આ જે વાત કરવામાં આવી છે, અર્થાત્ નવી વાતો અથવા કર્યો, જેનો દીન સાથે કો સંબંધ નથી, તે ફક્ત દીન બાબતે જોવામાં આવશે, દુનિયા બાબતે આ સિદ્ધાંત નથી.