- મસ્જિદમાં જમાઅત સાથે નમાઝ પઢવાથી પાછળ રહેવાની ગંભીરતા.
- મુનાફિક લોકોનો ઈબાદત કરવાનો હેતુ ફક્ત રિયાકારી અને દેખાડો હોતો, તેઓને લોકો જોઈ લે તે માટે જ તેઓ આવતા હતા.
- ઈશા અને ફજરની નમાઝ જમાઅત સાથે પઢવાની મહત્ત્વતા, અને તે બંને નમાઝોનું સ્થાન એ છે કે જો માણસને ઘૂંટણ વડે ચાલીને આવવાનું થાય તો પણ તે જરૂર આવશે.
- જે લોકો ઈશા અને ફજરની નમાઝ નું ધ્યાન રાખે છે તેઓ નિફાકથી પાક છે, અને તે બંને નમાઝોથી પાછળ રહેવું મુનાફિક હોવાની દલીલ છે.