/ જે વ્યક્તિએ સવારની નમાઝ (ફજરની નમાઝ) પઢી, તે અલ્લાહના શરણમાં આવી ગયો

જે વ્યક્તિએ સવારની નમાઝ (ફજરની નમાઝ) પઢી, તે અલ્લાહના શરણમાં આવી ગયો

જુન્દુબ બિન અબ્દુલ્લાહ અલ્ કસરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિએ સવારની નમાઝ (ફજરની નમાઝ) પઢી, તે અલ્લાહના શરણમાં આવી ગયો, અર્થાત્ (એવું કામ કરો કે) અલ્લાહ તમને પોતાની જવાબદારીમાં કોઈ પણ વસ્તુના આધારે ક્યારેય સવાલ ન કરે, કારણકે જો અલ્લાહ તઆલા કોઈને પોતાની જવાબદારી વિષે સવાલ કરી લે તો તેને પકડી લેશે અને ઊંધા મોઢે જહન્નમમાં દાખલ કરી દે શે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે જે વ્યક્તિ ફજરની નમાઝ પઢી લે તે અલ્લાહની શરણમાં અને તેની મદદ તેમજ તેની નજર હેઠળ આવી જાય છે, તે તેની રક્ષા કરે છે અને તેની મદદ પણ કરે છે. પછી આપ ﷺ એ તે વચનને તોડવા અને તેને બાતેલ કરવાથી સચેત કર્યા છે, અલ્લાહના આ વચનને ભંગ કારવનું એક કારણ એ કે ફજરની નમાઝ છોડી દેવી, બીજું કારણ એ કે ફજરની નમાઝ પઢનારા લોકો સાથે છેડછાડ કરવામાં આવે અથવા તેમના પર અત્યાચાર કરવામાં આવે, જ વ્યક્તિ એ પણ આવું કર્યું તેણે અલ્લાહના વચનને ભંગ કર્યું, અને તે અલ્લાહ એ આપેલ ચેતવણીનો હકદાર બનશે કે અલ્લાહ તેને પપોટના હકમાં આળસ કરવાના બદલે સવાલ કરશે, અને તે સામાન્ય વાત છે કે જેને અલ્લાહ સવાલ કરી લે મતલબ તેની પકડ કરી લીધી અને તેને ઉંધા મોઢે જહન્નમમાં દાખલ કરી દે શે.

Hadeeth benefits

  1. ફજરની નમાઝનું મહત્વ અને તેની મહત્ત્વતા.
  2. આ હદીષમાં ફજરની નમાઝ પઢનાર વિરુદ્ધ દુર્વ્યવહાર કરવા પર સખત ડગલાં લેવાની ચેતવણી આપવામાં આવી છે.
  3. અલ્લાહના નેક બંદાઓને તકલીફ પહોંચાડવા પર અલ્લાહ તઆલા તેનો બદલો લેશે.