- ઇમાનના દરજ્જા છે, તેમાંથી એક બીજા કરતા મહત્વ ધરાવે છે.
- ઈમાન, કોલ (વાત) અમલ અને અકીદાનું (માન્યતા ધરાવવાનું) નામ છે.
- અલ્લાહ તઆલાથી હયા કરવી અર્થાત્ જે કાર્યોથી તેણે રોક્યા હોય તેનાથી રુકી જવું અને જે કાર્યો કરવાનો આદેશ આપ્યો હોય તેને છોડવાથી ડરવુ.
- સંખ્યાનો ઉલ્લેખ કરવાનો અર્થ એ નથી કે તે તેના સુધી જ મર્યાદિત છે, પરંતુ તે મોટી સંખ્યામાં ઇમાનના કાર્યોને સૂચવે છે, કારણકે અરબના લોકો કોઈ વસ્તુ માટે સંખ્યાનો ઉલ્લેખ કરે છે, અને તેનો અર્થ એનથી કે તેના સિવાય બીજા કાર્યો ઈમાનની શાખાઓ માંથી નથી.