- અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ (પૂજ્ય) નથી તે ગવાહીનો અર્થ એ છે કે ઈબાદત ફક્ત એક અલ્લાની જ કરવામાં આવે અને તેના સિવાયના દરેકની ઈબાદતને છોડી દેવામાં આવે.
- અને નબી ﷺ અલ્લાહના રસૂલ છે, તે ગવાહીનો અર્થ એ કે તેઓ જે કઈ પણ લઈને આવ્યા છે, તેના પર ઈમાન રાખવામાં આવે, અને તેની પુષ્ટિ કરવામાં આવે, કારણકે તે માનવજાત તરફ અલ્લાહના સૌથી અંતિમ પયગંબર છે.
- આલિમ (જ્ઞાની)ને સંબોધિત કરવું અજ્ઞાની અને જાહિલને સંબોધિત કરવા જેવું નથી, એટલા માટે નબી ﷺ એ મુઆઝ રઝી. ને કહ્યું: "કે તમે અહલે કિતાબની એક કોમ પાસે જઈ રહ્યા છો".
- એક મુસલમાન માટે જરૂરી છે કે તે પોતાના દિન બાબતે સાચું જ્ઞાન ધરાવતો હોય, જેથી તે શંકાસ્પદ લોકોની શંકાઓથી બચી શકે.
- નબી ﷺ ના પયગંબર બનાવ્યા પછી યહૂદી અને ઈસાઈ ધર્મનું બાતેલ થઈ જવું, અને કયામતના દિવસે જે લોકોને નજાત મળશે તે લોકો તેમાંથી નહિ હોય, અહીં સુધી કે તેઓ ઇસ્લામ દીન અપનાવી લે અને આપ ﷺ પર ઈમાન લાવી દે.