- હદીષમાં વર્ણવેલ પ્રમાણે સલામ કરવું મુસ્તહબ (સારું કાર્ય) છે, જો કોઈ ચાલતો વ્યક્તિ સવાર વ્યક્તિને સલામ કરે, એવી રીતે અન્ય વ્યક્તિ જો કરે તો તે જાઈઝ છે, પરંતુ તેઓ ઉત્તમ અને શ્રેષ્ઠ આદેશ વિરુદ્ધ અમલ કરી રહ્યા છે.
- હદીસમાં દર્શાવેલ રીત પ્રમાણે સલામ કરવું તે પ્રેમ અને સંવાદિતાનું એક સ્ત્રોત છે.
- જો તેઓ ઉલ્લેખિત બાબતોમાં સમાન હોય, તો તેમાં શ્રેષ્ઠ તે છે જે સલામ કરવામાં પહેલ કરે.
- આ હદીષમાં શરીઅતની સપૂર્ણતા દર્શાવવામાં આવી છે; કારણકે તેમાં દરેક વર્ગની જરૂરત પ્રમાણે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
- આ હદીષમાં સલામ કરવાના અદબો શીખવાડવામાં (શિષ્ટાચાર) આવ્યા છે , અને દરેકને તેના અધિકાર આપવામાં આવે.