- જવાબદાર માનવીનું ઉદાહરણ એક વેપારી દ્વારા આપ્યું છે, અને તંદુરસ્તી અને નવરાશ તેની મૂળ મૂડી છે; બસ જે પોતાની મૂળ મૂડીનો યોગ્ય ઉપયોગ કરી લે, તો તે તેના માટે ફાયદાકારક છે, અને જે તેને યોગ્ય જગ્યાએ નહીં લગાવે તો તે તેને નષ્ટ કરી દેશે અને અંતમાં પસ્તાસે.
- ઈમામ ઈબ્ને ખાઝિન રહિમહુલ્લાહએ કહ્યું: નેઅમત તે છે, જેના દ્વારા માનવી ફાયદો ઉઠાવે છે અને આનંદ માળે છે, અને ધોખો તે છે, જે કોઈ વસ્તુને તેની બમળી કિમતે ખરીદે અને તેને તેની યોગ્ય કિંમત વગર વેચે છે; બસ જે તંદુરસ્ત હોય અને તેં કઠિન કામોથી આઝાદ હોય અને તે પોતાની આ નેઅમતનો ઉપયોગ આખિરતની તૈયારી કરવામાં ન લગાવે, તો તે તે જ છે જેને વેચાણમાં ધોખો આપવામાં આવ્યો.
- અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરવા માટે તંદુરસ્તી અને નવરાશને ઉપયોગમાં લાવવા પર પ્રોત્સાહન, અને તેના ખતમ થઈ જવા પહેલા સત્કાર્યો કરવા પર ઉભાર્યા છે.
- અલ્લાહએ આપેલ નેઅમતો પર તેનો આભાર વ્યક્ત કરવાનો એક તરીકો એ છે કે તેને અલ્લાહના અનુસરણમાં ઉપયોગમાં લેવામાં આવે.
- ઈમામ કાઝી અને અબૂ બકર ઇબ્ને અલ્ અરબીએ કહ્યું: બંદાને અલ્લાહએ આપેલ પહેલી નેઅમત વિષે કેટલાક લોકોએ મતભેદ કર્યો, કહેવામાં આવ્યું: ઈમાન, કહેવામાં આવ્યું: જીવન, કહેવામાં આવ્યું: તંદુરસ્તી, ઈમાન એ સૌથી શ્રેષ્ઠ નેઅમત છે, કારણકે તે સામાન્ય અને ઉપયોગી નેઅમત છે, અને જીવન અને તંદુરસ્તી તે તો દુનીયાની નેઅમતો છે, જ્યાં સુધી તે બંને નેઅમતો સાથે ઈમાન ન હોય તે કોઈ ઉપયોગી નેઅમતો નથી, તે સમયે કેટલાક લોકો ધોખો ખાઈ જશે, અર્થાત્ તેનો ફાયદો નષ્ટ થઈ જશે અથવા ઓછો થઈ જશે, બસ જે વ્યક્તિએ સતત પોતાને ગુનાહમાં વ્યસ્ત રાહ્યો અને અલ્લાહએ નક્કી કરેલ હદો વટાવી દીધી, અને અલ્લાહનું અનુસરણ ન કર્યું, તે ધોખામાં છે, એવી જ રીતે જે નવરો હોય તે પણ, પરંતુ જો તે વ્યસ્ત હોય તેની પાસે યોગ્ય કારણ છે, નવરાશ વિરુદ્ધ, બસ જ્યારે તે નવરો થઈ જાય, તો તે તેના પર પણ લાગું પડે છે.