કયામતના દિવસે મોત એક કાબરચીતરા ઘેટાંના સ્વરૂપમાં લાવવામાં આવશે
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «કયામતના દિવસે મોત એક કાબરચીતરા ઘેટાંના સ્વરૂપમાં લાવવામાં આવશે, એક પોકારવાવાળો ફરિશ્તો અવાજ આપશે, હે જન્નતવાળાઓ ! દરેક જન્નતીઓ નજર ઉઠાવી ઉપર જો શે, અવાજ કરનાર ફરિશ્તો પૂછશે, શું તમે આને ઓળખો છો? તે સૌ કહેશે: હા, આ તો મૌત છે, અને દરેક વ્યક્તિ તેનો સ્વાદ ચાખી ચુક્યો હશે, એક પોકારવાવાળો ફરિશ્તો અવાજ આપશે, હે જહન્નની લોકો ! દરેક જહન્નમી નજર ઉંચી કરી કરીને જોશે, અવાજ આપનાર ફરિશ્તો પૂછશે, શું તમે આને ઓળખો છો? તે સૌ કહેશે: હા, આ તો મૌત છે, અને દરેક વ્યક્તિ તેનો સ્વાદ ચાખી ચુક્યો હશે, પછી તેને ઝબેહ કરી દેવામાં આવશે, પછી તે પોકારવાવાળો કહેશે, હે જન્નતીઓ ! તમારે હવે હંમેશા અહીં જ રહેવાનું છે, હવે તમને ક્યારેય મૌત નહીં આવે, અને હે જહન્નમીઓ ! તમારે પણ હમેંશા આમાં જ રહેવાનું છે, હવે તમને ક્યારેય મૌત નહિ આવે, પછી આપ ﷺ એ આ આયત તિલાવત કરી: {તમે તેમને હતાશા અને નિરાશાના દિવસના ભયથી ડરાવો , જ્યારે દરેક કાર્યનો નિર્ણય કરી દેવામાં આવશે અને આજે આ લોકો બેદરકાર બની ગયા છે, અને આ બેદરકાર લોકો અર્થાત દુનિયદાર લોકો અને ઈમાન નથી લાવતા} [મરયમ: ૩૯]».
મુત્તફકુન્ અલયહિ
સમજુતી
આ હદીષમાં નબી ﷺ એ સ્પષ્ટપણે જણાવ્યું કે કયામતના દિવસે મોતને એલ કબરચિતરા ઘેટાંના રૂપમાં લાવવમાં આવશે, ફરી એક પોકારવાવાળો કહેશે: હે જન્નતી લોકો ! આ અવાજ સાંભળી તેઓ પોતાનું ગળું અને અથુ ઊંચું કરી જોવા લાગશે, તે તેમને કહેશે: શું તમે આને ઓળખો છો? તેઓ કહેશે: હા, આ મોત છે, દરેકે તેને જોઈ હશે અને તેને ઓળખી લેશે, પોકારવાવાળો કહેશે: હે જહન્નમીઓ ! આ અવાજ સાંભળી તેઓ પોતાનું ગળું અને માં ઊંચું કરી જોવા લાગશે, તે તેમને કહેશે: શું તમે આને ઓળખો છો? તેઓ કહેશે: હા, આ મોત છે, દરેકે તેને જોઈ હશે અને તેને ઓળખી લેશે, પછી તે ઘેટાને ઝબેહ કરી દેવામાં આવશે, અને પોકરવાવાળો કહેશે: હે જન્નતીઓ ! હવે તમારું હમેંશાનું ઠેકાણું આ જ છે, તમને ક્યારેય મોત નહીં આવે, અને હે જહન્નમીઓ ! તમારા માટે પણ હમેંશાનું ઠેકાણું આજ છે, તમને પામ ક્યારેય મોત નહીં આવે. તેનું કારણ એ છે તેના દ્વારા મોમિનની નેઅમતોમાં વધારો થતો રહે અને કાફિરોને અઝાબ અને સજા મળતી રહે. ફરી આપ ﷺ એ આ આયત તિલાવત કરી: {તમે તેમને હતાશા અને નિરાશાના દિવસના ભયથી ડરાવો , જ્યારે દરેક કાર્યનો નિર્ણય કરી દેવામાં આવશે અને આજે આ લોકો બેદરકાર બની ગયા છે અને ઈમાન નથી લાવતા} કયામતના દિવસે તે જન્નતીઓ અને જહન્નનીઓને અલગ કરી દેવામાં આવશે, અને દરેકને પોતાના હમેંશાના ઠેકાણાં સુધી પહોંચાડી દેવામાં આવશે, તે દિવસે દુરાચારી વ્યક્તિ પસ્તાવો અને અફસોસ કરશે કે તેણે નેકીઓ ન કરી અને આળસ કરવા વાળો પણ અફસોસ કરશે તેણે સત્કાર્યોમાં આગળ વધુ ભાગ ન લીધો.
Hadeeth benefits
આખિરતમાં માનવીનું ઠેકાણું, જન્નતમાં હમેંશા રહેશે અથવા જહન્નમ હમેંશા રહેશે.
કયામતના દિવસની ભયાનકતાની ગંભીર ચેતવણી અને તે હૃદયભંગ અને અફસોસનો દિવસ હશે.