/ મારો હોઝ એક મહિનાના અંતર જેટલો (લાંબો-પહોળો) હશે, તેનું પાણી દૂધ કરતા પણ વધુ સફેદ અને તેની સુગંધ મુશ્ક (કસ્તુરી) કરતા પણ વધુ સુગંધિત હશે...

મારો હોઝ એક મહિનાના અંતર જેટલો (લાંબો-પહોળો) હશે, તેનું પાણી દૂધ કરતા પણ વધુ સફેદ અને તેની સુગંધ મુશ્ક (કસ્તુરી) કરતા પણ વધુ સુગંધિત હશે...

અબ્દુલ્લાહ બિન અમ્ર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «મારો હોઝ એક મહિનાના અંતર જેટલો (લાંબો-પહોળો) હશે, તેનું પાણી દૂધ કરતા પણ વધુ સફેદ અને તેની સુગંધ મુશ્ક (કસ્તુરી) કરતા પણ વધુ સુગંધિત હશે, અને પ્યાલાઓ આકાશમાં સિતારાઓની સંખ્યા બરાબર હશે, જે વ્યક્તિ તેમાંથી એકવાર પી લેશે, તે પછી ક્યારેય તરસ્યો નહીં થાય».
મુત્તફકુન્ અલયહિ

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે કયામતના દિવસે તેમની પાસે હોઝ હશે, જેની લંબાઈ એક મહિનાના સફરના અંતર બરાબર હશે અને પહોળાઈ પણ એજ પ્રમાણે હશે, તેનું પાણી દૂધ કરતા પણ વધુ સફેદ હશે, તેની સુગંધ મુશ્ક (કસ્તુરી) ની સુગંધ કરતા પણ વધુ સુગંધિત હશે, અને ત્યાંના જગ આકાશના તારાઓની જેમ અગણિત હશે, જે વ્યક્તિ તે પ્યાલાઓ માંથી એકવાર પાણી પી લેશે તો તે ક્યારેય તરસ્યો નહીં થાય.

Hadeeth benefits

  1. નબી ﷺ નો હોઝ એક મહાન હોઝ છે, જેના દ્વારા આપ ﷺ ની કોમન મોમિન બંદાઓ ફાયદો ઉઠાવશે.
  2. જે વ્યક્તિ તે હોઝ માંથી એકવાર પાણી પી લે શે તેને બહુ મોટી નેઅમત મળી અને તે ક્યારેય તરસ્યો નહીં થાય.