/ તમે લા ઇલાહા ઇલ્લલ્લાહ કહો, હું કયામતના દિવસે તમારા વિશે ગવાહી આપીશ

તમે લા ઇલાહા ઇલ્લલ્લાહ કહો, હું કયામતના દિવસે તમારા વિશે ગવાહી આપીશ

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: આપ ﷺ એ પોતાના કાકાના મૃત્યુના સમયે કહ્યું: «તમે લા ઇલાહા ઇલ્લલ્લાહ કહો, હું કયામતના દિવસે તમારા વિશે ગવાહી આપીશ», તેઓએ કહ્યું: જો કુરૈશના લોકો મારા પર આરોપ ન મુકતા કે અબૂ તાલિબ ડરી ગયો અને ભયભીત થઈ ગયો, તો હું તારી આંખો ઠંડી કરી દેત, (અર્થાત્ હું તારી વાત માની લેતો) ત્યારે અલ્લાહ તઆલાએ આ આયત ઉતારી: {હે પયગંબર) તમે જેને ઇચ્છો હિદાયત પર નથી લાવી શક્તા, પરંતુ અલ્લાહ તઆલા જ જેને ઇચ્છે, હિદાયત પર લાવે છે. હિદાયતવાળાઓને તે ખૂબ સારી રીતે જાણે છે} [અલ્ કસસ: ૫૬].
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

આપ ﷺ પોતાના કાકા બાબતે તેમના મૃત્યુના સમયે ઇસ્લામ કબૂલ કરવા પર ચિંતા કે તેઓ લા ઇલાહ ઇલ્લલ્લાહ કહેશે તો તેમની અલ્લાહ પાસે ભલામણ કરશે, અને તેમના ઇસ્લામની ગવાહી આપશે, પરંતુ તેઓએ શહાદત કબૂલ કરવાનો ઇન્કાર કર્યો, ફક્ત કુરૈશના મહેણાં-ટોણાના ભયથી કે તેઓ કહેશે: મૃત્યુના સમયે ભયભીત થઈ અને કમજોર પડી અબૂ તાલીબે ઇસ્લામ કબૂલ કરી લીધો, તેમને આપ ﷺ ને કહ્યું: જો આમ ન હોત તો હું જરૂર ઇસ્લામ કબૂલ કરી તારા દિલને ખુશ કરી દેતો, અને હું તમને તમારી ઈચ્છા પ્રમાણે જાણ કરી દેતો, જેનાથી તમે ખુશ થઈ જતા, તેના પર આ આયત ઉતરી જેમાં આપ ﷺ ને જાણ આપવામાં આવી કે કોઈ વ્યક્તિની હિદાયતની તૌફીક નથી આપી શકતા, પરંતુ આ તૌફીક ફક્ત અલ્લાહ જ જેને ઈચ્છે તેને આપી શકે છે, અને એ કે આપ ﷺ લોકોને દઅવત આપી, સ્પષ્ટ કરી અને નિશાનીઓ આપી સત્ય માર્ગ તરફ માર્ગદર્શન આપતા હતા.

Hadeeth benefits

  1. લોકોની વાતોથી ભયભીત થઈ સત્ય વાત છોડવી ન જોઈએ.
  2. આપ ﷺ લોકોને ફક્ત હિદાયત તરફ માર્ગદર્શન આપી શકે છે પરંતુ તેને કબૂલ કરવાની તૌફીક નથી આપી શકતા.
  3. કાફિરને બીમારીના સમયે તેને ઇસ્લામ તરફ દઅવત માટે તેની ઝિયારત કરી શકીએ છીએ.
  4. નબી ﷺ દરેક સ્થિતિમાં લોકોના ઇસ્લામની દઅવત આપવા પર સંપૂર્ણ ધ્યાન આપતા હતા.