- બુરાઈને જોઈ તરત જ તેને રોકવામાં આવે અને તેમાં કોઈ પણ પ્રકારનો વિલંભ કરવામાં ન આવે, જેથી તેનું નુકસાન વધી ન જાય.
- કયામતના દિવસે અઝાબ ગુનાહની તીવ્રતા પ્રમાણે હશે.
- જીવિત લોકોના ચિત્રો બનાવવા કબીરહ (મોટો) ગુનોહ ગણવામાં આવે છે.
- ચિત્રો બનાવવા હરામ છે, તેની હિકમત એ છે કે તેના દ્વારા અલ્લાહના સર્જન સાથે સરખામણી કરવામાં આવે છે, ભલેને ચિત્ર બનાવનારનો હેતુ સરખામણી કરવાનો હોય કે ન હોય.
- શરીઅત હરામ કરેલી વસ્તુથી બચવા, અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી માલની સુરક્ષા કરવા પ્રત્યે જોર આપે છે.
- જીવિત લોકોના ચિત્રો સંપૂર્ણ રીતે બનાવવા હરામ છે, ભલેને તેનો ધંધો પણ કેમ ન હોય.