/ કયામતના દિવસે અલ્લાહ સમગ્ર જમીનને પોતાના હાથમાં લઈ લેશે, અને આકાશોને પોતાના જમણા હાથમાં લપેટશે, ફરી કહેશે: હું બાદશાહ છું, ક્યાં છે દુનિયાના બાદશાહો?...

કયામતના દિવસે અલ્લાહ સમગ્ર જમીનને પોતાના હાથમાં લઈ લેશે, અને આકાશોને પોતાના જમણા હાથમાં લપેટશે, ફરી કહેશે: હું બાદશાહ છું, ક્યાં છે દુનિયાના બાદશાહો?...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «કયામતના દિવસે અલ્લાહ સમગ્ર જમીનને પોતાના હાથમાં લઈ લેશે, અને આકાશોને પોતાના જમણા હાથમાં લપેટશે, ફરી કહેશે: હું બાદશાહ છું, ક્યાં છે દુનિયાના બાદશાહો?».
મુત્તફકુન્ અલયહિ

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે કયામતના દિવસે અલ્લાહ તઆલા સમગ્ર જમીનને પોતાના હાથમાં લઈ લેશે, અને આકાશોને પોતાના જમણા હાથમાં લપેટી લેશે, અને એકને બીજા પર લપેટી તેને નષ્ટ કરી દેશે, ફરી કહેશે: હું બાદશાહ છું, ક્યાં છે દુનિયાના બાદશાહો?!

Hadeeth benefits

  1. આ હદીષમાં તે વાત તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે કે ફક્ત અલ્લાહની બાદશાહત કાયમ રહશે, તેના સિવાયના દરેક બાદશાહો નષ્ટ થઈ જશે.
  2. આ હદીષમાં અલ્લાહની મહાનતા, તેની કુદરતની મહાનતા, અને તેના સંપૂર્ણ અધિકાર અને સંપૂર્ણ બાદશાહત હોવાનું વર્ણન કરવામાં આવ્યું છે.