- તે વાત પર ઈમાન ધરાવવું કે જન્નત અને જહન્નમ અત્યારે અસ્તિત્વમાં છે.
- ગેબ તથા અલ્લાહ અને તેના પયગંબર ﷺ તરફથી જાણવા મળેલ દરેક વાતો પર ઈમાન ધરાવવું વાજિબ છે.
- મુશ્કેલીઓ પર સબર કરવાની મહત્ત્વતા કે તે જન્નતમાં દાખલ થવાનો સ્ત્રોત છે.
- હરામ કાર્યોથી બચવાની મહત્ત્વતા; કારણકે તે જહન્નમમાં દાખલ થવાનો એક મહત્તમ સ્ત્રોત છે.
- અલ્લાહ તઆલા એ જન્નતને પરેશાનીઓ દ્વારા અને જહન્નમને મનેચ્છાઓ દ્વારા ઘેરી લીધી છે, જેનું કારણ દુનિયાના જીવનમાં પરીક્ષા લેવાનું છે.
- જન્નતનો માર્ગ અઘરો છે તેના માટે ઈમાન, સબર અને મહેનતની જરૂર છે, અને જહન્નમનો માર્ગ દુનિયાની લિજ્જતતોથી ભરેલો છે.