- લા ઇલાહ ઇલ્ લલ્લાહ જબાન વડે કહેવું અને અલ્લાહ સિવાય જેની પણ ઈબાદત કરવામાં આવતી હોય તેનો ઇન્કાર કરવો ઇસ્લામમાં પ્રવેશ થવાની શરત છે.
- (લા ઇલાહ ઇલ્ લલ્લાહ) નો અર્થ, અલ્લાહ સિવાય જેની પણ ઈબાદત કરવામાં આવે છે, મૂર્તિપૂજા, કબરપૂજા વગેરેનો ઇન્કાર કરવો અને ફક્ત પવિત્ર અલ્લાહની જ ઈબાદત કરવી.
- જે વ્યક્તિ પણ તૌહીદનો એકરાર કરે, અને જાહેરમાં પણ અલ્લાહની શરીઅત (આદેશો) નું પાલન કરે, તો તેને તકલીફ આપવાથી બચવું જોઈએ, જ્યાં સીધી તે કોઈ એવું કાર્ય ન કરે જે અલ્લાહની શરિઅત વિરુદ્ધ હોય.
- અયોગ્ય રીતે કોઈ મુસલમાનની જાન, માલ અને ઇઝ્ઝત સાથે છેડછાડ કરવી હરામ છે.
- દુનિયામાં નિર્ણય જાહેર કાર્યો જોઈ કરવામાં આવશે, પરંતુ આખિરતમાં નિયત અને હેતુઓ જોઈ નિર્ણય કરવામાં આવશે.