- નબી ﷺ નું સાદગી ભર્યું જીવન કે નબી ﷺ એ પોતાની સવારી પર મુઆઝ રઝી અલ્લાહુ અન્હુ ને બેસાડ્યા.
- નબી ﷺ નો શિક્ષા આપવાનો તરીકો, કે મુઆઝ રઝી અલ્લાહુ અન્હુનું ધ્યાન પોતાની તરફ કરવા માટે વારંવાર એક જ શબ્દો કહેતા રહ્યા, જેથી કરીને જે વાત નબી ﷺ કહેવા જઈ રહ્યા છે, તેને ધ્યાનથી સાંભળે.
- શહાદતની ગવાહી આપવા માટેની એક શરત: કે અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી અને મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે, આ ગવાહી આપનાર વ્યક્તિ સાચા દિલથી અને સંપૂર્ણ યકીન સાથે ગવાહી આપે, જૂઠી ગવાહી અને શંકા કર્યા વગર.
- તૌહીદ પરસ્ત (એકેશ્વરવાદી) હમેંશા માટે જહન્નમમાં નહીં રહે, જો કદાચ તેઓ તેમાં પોતાના ગુનાહોના કારણે જહન્નમમાં દાખલ પણ થઈ જાય તો પાક થયા પછી તેને કાઢી લેવામાં આવશે.
- આ હદીષમાં જે વ્યક્તિ સાચા દિલથી ગવાહી આપે કે અલ્લાહ એકલો જ સાચો ઇલાહ (પૂજ્ય) છે અને મોહમ્મદ ﷺ અલ્લાહના પયગંબર છે, તે ગવાહી આપનારની મહત્ત્વતા વર્ણન કરવામાં આવી છે.
- કેટલીક પરિસ્થિતિમાં કેટલીક હદીષો વર્ણન ન કરવી જાઈઝ છે, જ્યારે તેને વર્ણન કરવાથી કોઈ નુકસાનનો ભય ન હોય.