/ કાર્યોનો આધાર નિયતો પર છે, જે વ્યક્તિની જેવી નિયત હશે તે પ્રમાણે તેને બદલો આપવામાં આવશે

કાર્યોનો આધાર નિયતો પર છે, જે વ્યક્તિની જેવી નિયત હશે તે પ્રમાણે તેને બદલો આપવામાં આવશે

ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «કાર્યોનો આધાર નિયતો પર છે, દરેક વ્યક્તિને તેની (સારી અથવા ખરાબ) નિયત પ્રમાણે (સારો અથવા ખરાબ) વળતર મળશે, બસ ! જેની હિજરત અલ્લાહ અને તેના પયગંબર માટે હશે, તેની હિજરત તેમના માટે જ સમજવામાં આવશે અને જેણે દુનિયા પ્રાપ્ત કરવા માટે અથવા કોઈ સ્ત્રી સાથે લગ્ન કરવા માટે હિજરત કરી તો તેની હિજરત તેના માટે જ હશે». બુખારી શરીફના શબ્દો આ પ્રમાણે છે: «કાર્યોનો આધાર નિયતો પર છે, જે વ્યક્તિની જેવી નિયત હશે તે પ્રમાણે તેને બદલો આપવામાં આવશે».
મુત્તફકુન્ અલયહિ

સમજુતી

નબી ﷺ એ જણાવ્યું કે દરેક અમલનો બદલો નિયત પર નિર્ભર છે, અને આ આદેશ દરેક અમલ માટે સામાન્ય છે, ઈબાદતમાં પણ અને વ્યવહારમાં પણ, જે વ્યક્તિ પોતાના ફાયદા માટે કોઈ અમલ કરશે તો તેને તેના ફાયદા માટે જ બદલો આપવામાં આવશે, અને જે વ્યક્તિ અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરવા માટે કોઈ અમલ કરશે તો તે સંપૂર્ણ બદલો જરૂર પામશે ભલેને તે અમલ ખાવા અને પીવા માફક કોઈ સાધારણ અમલ જ કેમ ન હોય. પછી આપ ﷺ એ એક ઉદાહરણ આપી સમજાવ્યું કે અમલ કરવામાં નિયતનો કેટલો મોટો આધાર હોય છે, જાહેરમાં બન્નેની સ્થિતિ એક જ જેવી લાગે છે, જણાવ્યું કે જે વ્યક્તિ હિજરતનો ઈરાદો કરે અને તે પોતાના પાલનહારને ખુશ કરવા માટે વતન છોડશે તો તેની હિજરત શરીઅત પ્રમાણે કબૂલ કરવામાં આવશે તેને પોતાની સાચી નિયત પ્રમાણે સવાબ આપવામાં આવશે, અને જેનો હિજરત કરવાનો ઈરાદો દુનિયા પ્રાપ્તિ માટે હશે, માલ માટે, પદ માટે, વેપારધંધા માટે અથવા તો કોઈ સ્ત્રી સાથે લગ્ન કરવા માટે હશે તો તેને ફક્ત તેની નિયત પ્રમાણે જ બદલો આપવામાં આવશે, તેના માટે આખિરતમાં કોઈ સવાબ અને નેકી લખવામાં નહીં આવી હોય.

Hadeeth benefits

  1. અમલમાં ઇખલાસ તરફ ઉભરવામાં આવ્યા છે, એટલા માટે કે અલ્લાહ ફક્ત તેની પ્રસન્નતા માટે કરવામાં આવેલો અમલ જ કબૂલ કરે છે.
  2. તે અમલ જેના દ્વારા અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરી શકાય છે, જો અમલ કરનાર વ્યક્તિ તેને આદત પ્રમાણે અમલ કરશે તો તેને કોઈ સવાબ આપવામાં નહીં આવે, જ્યાં સુધી તે અમલ અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરવા માટે નહીં કરે.