સમજુતી
ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ વર્ણન કરી રહ્યા છે કે જિબ્રઇલ અલૈહિસ્સલામ સહાબા વચ્ચે માનવીના રૂપમાં આવ્યા અને અમે તેમને ઓળખી ન શક્યા, તેમના લક્ષણો, તેમના કપડાં એકદમ સફેદ હતા, વાળ અત્યંત કાળા, તેમના પર સફર કરવાનો કોઈ અસર દેખાતો ન હતો કે તેઓ થાકેલા હોય, માટી ચોંટેલી હોય, વાળ ફેલાય ગયા હોય અથવા કપડાં મેલા હોય, અમારા માંથી કોઈ તેમને ઓળખતું ન હતું, તેઓ આપ ﷺ પાસે આવી બેસી ગયા, તે તેમની પાસે એક વિદ્યાર્થીની માફક બેસી ગયા, ઇસ્લામ વિશે સવાલ કર્યો, આપ ﷺ ઇસ્લામના અરકાન બતાવ્યા, બંને ગવાહીઓ આપવી, પાંચ વખતની નમાઝની સુરક્ષા કરવી, જેના પર ઝકાત ફર્ઝ છે તેણે ઝકાત આપવી, રમઝાનના રોઝા રાખવા, શક્તિ પ્રમાણે હજ કરવી.
સવાલ પૂછનારે જ જવાબ આપ્યો કે તમે સાચું કહ્યું, સહાબાઓને આશ્ચર્ય થયું કે જે વિશે તે સવાલ કરી રહ્યો છે, ખરેખર તે વિશે તે જાણતો હોવો ન જોઈએ, જ્યારે કે તે જવાબ સાંભળી લીધા પછી તે પોતે જ જવાબની પુષ્ટિ કરે છે.
પછી ઈમાન વિશે સવાલ કર્યો, તો આપ ﷺ એ ઈમાનના છ રુકન જણાવ્યા, અલ્લાહના અસ્તિત્વ પર ઈમાન અને તેના ગુણો પર ઈમાન, અને દરેક ગુણોમાં ફક્ત તેનું એક જ હોવું, જેવું કે પેદા કરવું, ઈબાદત માટે સાચો લાયક, અને ફરિશ્તાઓ પર ઈમાન, એ કે અલ્લાહએ તેમને નૂરથી પેદા કર્યા છે, તે અલ્લાહના પ્રતિષ્ઠિત બંદાઓ છે, તેઓ અલ્લાહ તઆલાની અવજ્ઞા કરતા નથી, અને જે આદેશ આપે છે તેના પર અમલ કરે છે, કિતાબો પર ઈમાન, જે કિતાબો અલ્લાહ તરફથી તેના પયગંબરો પર ઉતરી હોય, જેવું કે કુરઆન, ઈન્જિલ, તૌરાત વગેરે, રસૂલો પર ઈમાન, જેઓ અલ્લાહના દીનના પ્રચારક હતા, તેમાંથી નૂહ, ઈબ્રાહીમ, મૂસા, ઈસા અને અંતિમ પયગંબર મુહમ્મદ ﷺ, એ વગર અન્ય પયગંબરો અને નબીઓ, આખિરતના દિવસ પર ઈમાન, મૃત્યુ પછી કબરમાં દાખલ થઈશું અને બરઝખનું જીવન, અને એ કે કયામતના દિવસે માનવીને ઉઠાવવામાં આવશે અને તેનો હિસાબ કરવામાં આવશે, અને તેમનું ઠેકાણું જન્નત હશે અથવા જહન્નમ, તકદીર પર ઈમાન એ કે અલ્લાહ તઆલાને દરેક વસ્તુની જાણ પહેલાથી જ છે, તેની હિકમત પ્રમાણે થાય છે અને તેણે એક કિતાબમાં લખી રાખ્યું છે, ઈચ્છા તેની જ છે તેજ મોકા પ્રમાણે જાહેર કરે છે અને પેદા કરે છે. ત્યારબાદ અલ્ અહેસાન વિશે સવાલ કર્યો, આપ ﷺ એ જણાવ્યું કે તમે અલ્લાહની ઈબાદત એવી રીતે કરો જેવું કે તે અલ્લાહને જોઈ રહ્યો છે, જો આ દરજા સુધી પહોંચી ન શકે તો કમસે કમ એટલું તો જાહેર થવું જ જોઈએ કે અલ્લાહ તેને જોઈ રહ્યો છે, પહેલો દરજ્જો મુશાહદહનો છે અને તે સૌથી શ્રેષ્ઠ છે, અને બીજો દરજ્જો મુરાકબહનો છે.
પછી કયામત વિશે સવાલ કર્યો? તો નબી ﷺ એ કહ્યું કે અલ્લાહ તઆલાએ કયામત વિશેનું ઇલ્મ પોતાની પાસે સુરક્ષિત રાખ્યું છે, તેના સર્જન માંથી કોઈ નથી જાણતું, અર્થાત્ તેની જાણકારી કોઇની પાસે નથી ન તો જેને સવાલ કરવામાં આવી રહ્યો છે તેની પાસે અને ન તો જે સવાલ કરી રહ્યો છે તે.
પછી સવાલ કર્યો કે કયામતની નિશાનીઓ વિશે જણાવો? નબી ﷺ એ જણાવ્યું કે ઘણી સંખ્યામાં દાસીઓ અને તેમની સંતાનો હશે, અથવા બાળકોની પોતાની માતાઓ સાથે અવજ્ઞા, જેમની સાથે દાસીઓ જેવો વ્યવહાર કરવામાં આવશે, ભરવાડો અને ફકીરોને છેલ્લા સમયમાં દુનિયામાં માલદારી પ્રાપ્ત થશે, જેના કારણે તે જેઓ મોટી મોટી ઇમારતો અને તેની મજબૂતી પર તેઓ એકબીજા પર અભિમાન કરશે.
આપ ﷺ એ જણાવ્યું કે સવાલ કરનાર જિબ્રઇલ અલૈહિસ્ સલામ હતા જેઓ સહાબાઓને ઇસ્લામ શીખવાડવા માટે આવ્યા હતા.